ગુજરાત રાજ્ય આચાર્ય સંઘ

સારસ્વત સંપાદક / સહ સંપાદક

                             સારસ્વત મિત્રો,

                          સારસ્વત મિત્રો, પરમા ગુજરાત રાજય આચાર્ય સંઘના અધિવેશનમાં 'ટહુકો' સોવિનિયર આપ સૌના કર કમલમાં મુકતાં આનંદ અને ધન્યતાની લાગણી અનુભવું છું. મિત્રો, આજે ઘણા સમય પછી આપણું સોવિનિયર ગુજરાત રાજયના માનનીય માયાળું મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે વિમોચન કરવામાં આવ્યું, આપણે સૌ માનનીય મુખ્યમંત્રીશ્રીનો આભાર માનીએ છીએ, સાથે- સાથે આપણા અધિવેશનના મંચને શોભાવવા માનનીય શિક્ષણમંત્રી શ્રી (કેબીનેટ) કુબેરભાઈ ડીડોર સાહેબ અને માનનીય શિક્ષણમંત્રી શ્રી (રાજ્યકક્ષા) પ્રફુલભાઈ પાનસેરીયા સાહેબનો પણ આભાર.

                           મિત્રો, આ સોવિનિયરમાં ગુજરાત રાજ્ય આચાર્ય સંધના તમામ હોદેદારોની સાથે-સાથે ગુજરાતના તમામ ઘટક સંઘના પ્રમુખ, મહામંત્રી અને હોદ્દેદારોનો સંપર્ક કરી શકાય તેવી સવિસ્તર (સરનામાં સાથે) માહિતી આપવામાં આવી છે જે આપ સર્વને કાયમી ઉપયોગી બની રહેશે તેવી આશા સહ.......

                           સારસ્વત મિત્રો, આપના અધિવેશનને સફળ બનાવવા જે મિત્રો જાહેરાતો આપી છે તેવી શાળાઓ તમામ વેપારી મિત્રો, કંપનીઓ કે જેમના ઉત્પાદનો આપણી શાળામાં રોજબરોજ ઉપયોગમાં લેવામાં આવે છે તેવા પ્રકાશનો, ફર્નીચર, સ્ટેશનરી વગેરે અંગેની જાહેરાતો આપનાર અને લાવનાર તમામનો આભાર.

                           આચાર્ય મિત્રો, આપણને રોજબરોજની ઉપયોગી માહિતી, કેટલાક નિયમો તેમજ પરીક્ષા, હાજરી, પત્ર વ્યવહાર વગેરે અંગેની આપને ઉપયોગી માહિતી પણ આપવામાં આવી છે જે સોવિનિયર આચાર્યના ટેબલની શોભામાં અભિવૃદ્ધિ કરશે તેવી અપેક્ષાસહ....

                           સારસ્વત મિત્રો, ઘણા સમયથી અધિવેશન અપણે વારંવાર અંબાજીમાં કરીએ છીએ, મિત્રો અંબાજીમાં કેમ? આપ સર્વ જાણો છો, આપણા દરેક વેદો, ઉપનિષદો, પુરાણો અને શાસ્ત્રો આપણે 'સતી' માતા એ તેમના પિતાના 'યજ્ઞ' સમયે અગ્નિમાં હોમાઈ ગયા ત્યાર બાદ ભગવાન શંકર તેમના પાર્થિવ દેહ લઈને 'તાંડવ' નૃત્ય કર્યું ત્યારે પૃથ્વીનો પ્રલય ના થાય તે માટે ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્રથી દેહના પર ટુકડા કર્યા જયાં-જ્યાં ટુકડા પડયા, ત્યાં-ત્યાં શક્તિ પીઠના સર્જન થયા. તેનો એક 'હૃદય' નો ટુકડો અંબાજીમાં પડ્યો એટલે સૌથી મોટા 'શક્તિપીઠ' તરીકે ઓળખાય છે. ધાર્મિક રીતે ઉત્તમોત્તમ પર્યાવરણ, પ્રકૃતિ અને રમણીય આહલાદક સ્થળ એટલે અંબાજી, ભૂગોળની દૃષ્ટિએ અરવલ્લીની ગિરિમાળાઓનો પ્રવાસ થઈ જાય એવા અંબાજીમાં, માં સરસ્વતીના ઉપાસકો એકઠા થઈ જે ચિંતન અને મનન કરે છે. તે કાયમી સંભારણું બની જઈને શિક્ષણને ઉચ્ચકોટિનું બનાવે છે અને સમગ્ર ગુજરાતમાં નવી શિક્ષણનીતિનો પ્રચાર-પ્રસાર થશે ને મૂલ્ય આધારિત જ્ઞાનનો લાભ બાળકોને થાય તેવી આશા અને અપેક્ષા સહ.....

                           મિત્રો, અધિવેશનમાં પ્રકૃતિ, પર્યાવરણ, રમણીયતા, કુદરતી સૌંદર્ય, આપના રસ અનુસાર નું અલ્પાહાર, ભોજન, મનપસંદ નિવાસને માણજો. શિક્ષણના નવા આયામો જાણજો અને આનંદપ્રમોદ સાથે અધિવેશનને સફળ બનાવો એ જ આશા અપેક્ષા સહ....

"May I Help You"

રાકેશભાઈ પંડ્યા

સારસ્વત સંપાદક

દીપકભાઈ પટેલ

સારસ્વત સહસંપાદક